+

મહારાષ્ટ્રની હોટલે કર્યું એવું કામ કે ગોકુલધામ વાસીઓ થઈ ગયા નારાજ!

મહારાષ્ટ્રના અમરાવતીમાં એક હોટેલ માલિકે અનોખી રેસ્ટોરાં બનાવી છે. જેનું નામ ‘ગોકુલધામ પેલેસ’ રાખવામાં આવ્યું છે. આ રેસ્ટોરાંની ખાસ વાત એ છે કે, તે હૂબહૂ ‘તારક મહેતા’ સિરિયલની ‘ગોકુલધામ સોસાયટી’ જેવી જ લાગે છે. તેના જેવી જ બિલ્ડિંગ, ગેટ, બાલ્કની અને ડિઝાઈન આ રેસ્ટોરાંની છે. એટલું જ નહીં, સિરિયલમાં જ્યાં અલગ અલગ પાત્રોનાં ઘર છે, ત્યાંની બાલ્કનીમાં રહેતા પાત્રોનાં કટઆઉટ પણ મૂક્યàª

મહારાષ્ટ્રના
અમરાવતીમાં એક હોટેલ માલિકે અનોખી રેસ્ટોરાં બનાવી છે. જેનું નામ ‘ગોકુલધામ
પેલેસ’ રાખવામાં આવ્યું છે. આ રેસ્ટોરાંની ખાસ વાત એ છે કે, તે હૂબહૂ ‘તારક મહેતા’
સિરિયલની ‘ગોકુલધામ સોસાયટી’ જેવી જ લાગે છે. તેના જેવી જ બિલ્ડિંગ
, ગેટ, બાલ્કની અને ડિઝાઈન આ રેસ્ટોરાંની છે. એટલું જ નહીં, સિરિયલમાં જ્યાં અલગ અલગ પાત્રોનાં ઘર છે, ત્યાંની
બાલ્કનીમાં રહેતા પાત્રોનાં કટઆઉટ પણ મૂક્યાં છે. આ સમાચાર માધ્યમોમાં
પ્રસારિત થયા હતા. આ અંગે સૂત્રોથી જાણવા મળ્યું છે કે
, સિરિયલની નિર્માતા કંપની નિલા ટેલિફિલ્મ્સ પ્રોડક્શન હાઉસ હવે આ હોટેલના માલિક
સામે કાયદેસરની કાર્યવાહી કરશે. કારણ કે, હોટેલ માલિકે પ્રોડક્શન હાઉસની મંજૂરી વગર
જ કમાણીના ઉદ્દેશથી પેટન્ટનો
અને પાત્રોના કટઆઉટનો ઉપયોગ કર્યો છે.

હોટેલ માલિક સામે ફટકારાશે નોટિસ

થોડા સમય પહેલાં
જ ખૂલેલી આ રેસ્ટોરાં અમરાવતીથી
25 કિલોમીટર દૂર મોરશી રોડ પર આવેલી છે.
હાઇવે પર જ હોવાને કારણે આ રેસ્ટોરાં ત્યાંથી પસાર થતા લોકોના આકર્ષણનું કેન્દ્ર
બની છે. ‘ગોકુલધામ’ લખેલા ગેઇટ પર જેઠાલાલ અને દયાબેનનાં લોકોનું સ્વાગત કરતા કટઆઉટ
મુક્યા છે. ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓની અલગ અલગ વિંગ બનાવવામાં આવી છે. આ
પ્રકારની પેટન્ટ
અને સેટ ડિઝાઈનનો પરમિશન વગર ઉપયોગ કરવા બદલ હોટેલના માલિક પર કાનૂની ગાળિયો કસવામાં
આવશે. ટૂંક સમયમાં જ નિલા ટેલિફિલ્મસ પ્રોડક્શન હાઉસ દ્વારા તેમના વકીલ મારફતે
હોટેલ માલિક સામે નોટિસ ફટકારવામાં આવશે
.


થોડા દિવસ
પહેલાં જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ એમેઝોન ફાયર ટીવી ડિવાઇસમાં સૌથી વધુ
સર્ચ થયેલો ટીવી શૉ બન્યો હતો. એમેઝોન દ્વારા રિલીઝ કરાયેલા ડેટા પ્રમાણે લોકોએ
ગયા વર્ષે દર મિનિટે એક વખત આ સિરિયલનું નામ ‘એલેક્સ’ પાસે સર્ચ કરાવ્યું હતું. ઉલ્લેખનીય
છે કે
, ‘તારક મહેતા’ સિરિયલમાં જેમ અલગ-અલગ રાજ્યોના લોકો રહે છે. એવી જ રીતે આ
રેસ્ટોરાંમાં પણ ગુજરાતી
, પંજાબી, સાઉથ ઇન્ડિયન જેવી અલગ અલગ વાનગીઓનો મળે છે. જો કે, થોડા સમય પહેલા જ લોકોના આકર્ષણનું
કેન્દ્ર બનેલી આ રેસ્ટોરાં હાલ વિવાદનું કેન્દ્ર બની છે. 

Whatsapp share
facebook twitter