Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દિલ્હીમાં ત્રણ કિલો IED ભરેલી બેગ મળી, એક મહિનામાં બીજી ઘટના

08:21 PM Apr 25, 2023 | Vipul Pandya

રાજધાની દિલ્હીમાં ફરી એક વખત વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો છે. એક મહિનાની અંદર દિલ્હીમાં વિસ્ફોટક મળવાની આ બીજી ઘટના છે. રાજધાનીમાં વિસ્ફોટક મળવાના પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ઘટનાની વાત કરીએ તો ગુરુવારે દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે દિલ્હીના સીમાપુરી વિસ્તારના એક ઘરની તલાશી લીધી હતી, જ્યાંથી એક શંકાસ્પદ બેગ મળી આવી હતી. આ બેગની અંદરથી IED (બોમ્બ) મળ્યો છે. પોલીસ દ્વારા પણ ઘરમાંથી ત્રણ કિલો IED (વિસ્ફોટક) મળ્યાની પુષ્ટિ કરવામાં આવી છે. 

વિસ્ફોટકોનો નિકાલ કરાયો
વિસ્ફોટક મળ્યા બાદ એનએસજીની ટીમને જાણ કરવામાં આવી હતી. જેમણે વિસ્ફોટકને એક બેગમાંથી કાઢીને બીજી બેગમાં નાંખ્યો હતો. ત્યારબાદ તે બેગને દિલશાદ ગાર્ડન બ્લોકના ડિસ્ટ્રિક પાર્કમાં લઇ જવામાં આવ્યો. જ્યાં જમીનમાં આઠ ફૂટ ઉંડો ખાડો કરવામાં આવ્યો અને બાદમાં વિસ્ફોટકોનો નિકાલ કરાયો. વિસ્ફોટક મળ્યા બાદ આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જ્યાંથી વિસ્ફોટક મળ્યા ત્યાં જૂની સીમાપુરીમાં ઘરની પાછળની ગલીમાં કેટલાક મકાનો ખાલી કરાવવામાં આવ્યા છે અને ફોરેન્સિક ટીમ પણ સ્થળ પર છે.

ઘરમાં રહેતા યુવકો ફરાર
દિલ્હીના ગાજીપુર વિસ્તારમાં મળેલા RDXના કેસની તપાસ દરમિયાન દિલ્હી પોલિસની સ્પેશિય ટીમ ગુરુવારે સીમાપુરી વિસ્તારના એક ઘરમાં પહોંચી હતી. જ્યાં તમને વિસ્ફોટક ભરેલી શંકાસ્પદ બેગ મળી છે. જે ઘરમાંથી આ વિસ્ફોટક મળ્યો છે તે ઘરમાં ત્રણથી ચાર છોકરાઓ ભાડે રહેતા હતા. જે અત્યારે ફરાર છે. પોલીસને એવી પણ શંકા છે કે આ છોકરાઓ સ્લીપર સેલ નેટવર્ક સાથે જોડાયેલા પણ હોઇ શકે છે.

મકાન માલિકની અટકાયત કરાઇ
જે મકાનમાંથી બોમ્બ મળ્યો હતો તેના મકાન માલિકની પોલીસે અટકાયત કરી છે. અત્યારે તેની પુછપરછ કરવામાં આવી રહી છે. જેણે એક દલાલ મારફત પોતાના મકાનનો બીજો માળ એક છોકરાને ભાડે આપ્યો હતો. જેના 10 દિવસ બાદ અન્ય ત્રણ છોકરાઓ પણ તેની સાથે રહેવા માટે આવ્યા હતા. પોલીસ આવી તે પહેલા તે તમામ વિસ્ફોટક ભરેલી બેગ મુકીને ફરાર થઇ ગયા છે.  મીડિયા અહેવાલ પ્રમાાણે ગત 29 જાન્યુઆરીની રાત્રે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાં જે વિસ્ફોટ થયો હતો તેના તાર દિલ્હીના ગાાજીપુરમાં મળેલા RDX સાથે જોડાયેલા છે. ત્યારે હવે આ કડીમાં હવે વધુ એક નવા પાસાનો ઉમેરો થયો છે. સીમપુરમાંથી મળેલો વિસ્ફોટક પણ આ બંને ઘટના સાથ જોડાયેલો છે.

આ પહેલા ગાજીપુરમાંથી RDX મળ્યું હતું
ઉલ્લેખનીય છે કે ગત 14 જાન્યુઆરીએ ગાઝીપુર ફૂલ મંડીના ગેટ નંબર એકની બહાર ત્રણ કિલો RDX મળી આવ્યું હતું. કાળી થેલીમાંથી રહેલો આ વિસ્ફોટકોનો જથ્થો કોઇ કારણોસર ફાાટ્યો નહોતો. જો તે વિસ્ફોટ થયો હોત તો જાન-માલનું મોટું નુકસાન થયું હોત. સીમાપુરીમાં જ્યાં બોમ્બ મળ્યો છે તે પણ ગાજીપુર સરહદને અડીને આવેલો વિસ્તાર છે. આ બંને ઘટના પરથી એવું લાગી રહ્યું છે રાજધાની દિલ્હીમાં કોઇ મોટી ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર ચાાલી રહયું છે.