Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bharuch: સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલાયા, નર્મદા નદીમાં ઠલવાઈ પાણીનો પ્રવાહ

10:19 PM Aug 11, 2024 |
  1. નર્મદા નદીના પટમાં ત્રણ જીલ્લાના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ
  2. કાંઠા વિસ્તારમાં ન જવા અને સાવચેત રહેવા ફાયર ગાડી મારફતે એલાન કરાયું
  3. 9 દરવાજા ખોલી 2.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે

Bharuch: ભરૂચ જીલ્લામાં ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થતા 9 દરવાજા ખોલી 2.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે અને પાણી છોડાઈ રહ્યું છે.જેના કારણે નર્મદા નદીમાં નવા નીર સાથે પાણીની આવક થતા કાંઠા વિસ્તારના સહીત નિચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરવા સાથે પોલીસ બંદોબસ્ત પણ કાંઠા વિસ્તારમાં મુકવાની ફરજ પડી ગઈ છે.

આ પણ વાંચો: CID Crime : પોપ્યુલર ભૂમાફિયા રમણ પટેલ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમ પાસે રહેશે ?

લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સતત ડેમમાં પાણીની આવક થવાના કારણે સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે.જેના પગલે સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલી પાણીનો પ્રવાહ છોડાઈ રહ્યો છે.જેના પગલે નર્મદા નદીમાં પાણીની આવક એટલે કે નવા નીર આવી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે નર્મદા નદીમાં માછીમારોને માછીમારી નહીં કરવા તથા કાંઠા વિસ્તારમાં લોકોને અવરજવર નહીં કરવા, ઢોર ઢાખળો કાંઠા વિસ્તારમાં ન છોડવા તેમજ નદીમાં પાણીની આવક થવાની શક્યતાઓ છે. જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા સૂચનો આપવા સાથે ભરૂચ (Bharuch) નગરપાલિકાની ફાયરની ગાડી પણ કાંઠા વિસ્તારમાં જેવા કે ગોલ્ડન બ્રિજ ઝુપડપટ્ટી, દશાશ્વમેઘ ઘાટ, ફુરજા ચાર રસ્તા, કોઠી, વેજલપુર, લાલબજાર સહિતના નીચાણવાળા વિસ્તારો અને કાંઠાના વિસ્તારોમાં માઈકમાં એલાઉન્સ કરી લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Gondal: શિવમ્ રેસીડેન્સીમાં બે મકાનમાં થઈ ચોરી, લોકોએ પોલીસ પાસે કરી આ માંગણી

માછીમારોને માછીમારી નહીં કરવા સૂચનાઓ

અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે નર્મદા નદીમાં સત્તાવાર પાણી છોડવામાં આવે અને તેની સંપૂર્ણ માહિતી સમયસર કાંઠા વિસ્તારના ગ્રામજનોને માહિતી પૂરતી મળી શકે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. કારણકે ગત વર્ષે ગ્રામજનોને સમયસર પાણી છોડવા અંગે માહિતી નહીં મળતા લોકોએ પોતાનો જીવ બચાવીને ભાગતા ઘરવખરી છોડીને ભાગવું પડયું હતું. લોકોને મોટું નુકશાન વેઠવા સાથે ઢોળઢાખળ પણ ગુમાવવા પડયા હતા.જેથી હાલમાં પાણી સમય સૂચકતાથી છોડવામાં આવે તેવી માંગ પણ કાંઠા વિસ્તારના ગ્રામજનો કરી રહ્યા છે.

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Ahmedabad: ગરીબો સાથે આવાસના નામે કરવામાં આવી છેતરપિંડી, 40 થી વધારે લોકો સાથે…