Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Himmatnagar: ટ્રેલર પાછળ કાર ઘુસી જતાં ભયાનક અકસ્માત, 7ના મોત

07:54 AM Sep 25, 2024 |
  • હિંમતનગર સહકારી જીન પાસે ભયાનક અકસ્માત
  • ટ્રેલર પાછળ કાર ઘુસી જતા ઘટના સ્થળે 7 ના મોત,1 ની હાલત ગંભીર
  • શામળાજી થી અમદાવાદ જઈ રહ્યા હતા મૃતકો
  • તમામ મૃતકો અમદાવાદના

Himmatnagar Accident : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે બુધવારે સવારે થયેલા ભયાનક માર્ગ અકસ્માત (Himmatnagar Accident)માં 7ના મોત થયા છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર બતાવાઇ છે. અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતદેહો કારમાં ફસાઇ ગયા હતા અને ફાયર બ્રિગેડે કારના પતરા કાપી ને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા.

હિંમતનગર સહકારી જીન પાસે ભયાનક અકસ્માત

હિંમતનગર સહકારી જીન પાસે ભયાનક અકસ્માત થયો છે. મળેલી માહિતી મુજબ શામળાજી તરફથી આવી રહેલી કાર ટ્રેલરની પાછળ ઘુસી જતાં આ અકસ્માત સર્જાયો છે.

આ પણ વાંચો–MP Accident : Jabalpur માં ટ્રક અને રિક્ષા વચ્ચે ભયાનક અકસ્માત, 7 લોકોના મોત, 10 ની હાલત ગંભીર

કારમાં સવાર 7 વ્યક્તિનું સ્થળ પર જ મોત

અકસ્માત એટલો જોરદાર હતો કે કારમાં સવાર 7 વ્યક્તિનું સ્થળ પર જ મોત થયું હતું જ્યારે 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

મૃતદેહો કારમાં ફસાઇ ગયા

આ મૃતકો શામળાજી તરફથી અમદાવાદ તરફ જઇ રહ્યા હોવાની માહિતી મળી રહી છે. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો અને મૃતદેહો કારમાં ફસાઇ ગયા હતા.

તમામ મૃતકો અમદાવાદના

અકસ્માતની જાણ થતાં હિંમતનગર પોલીસ અને ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે કારના પતરા કાપીને મૃતદેહો બહાર કાઢ્યા હતા. તમામ મૃતકો અમદાવાદના હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો–Hathras Accident : ભયાનક અકસ્માત વચ્ચે લોકોની ચીસો, 10 થી વધુના મોત