-
કક્ષા 3 ના વિદ્યાર્થીને હાથમાં ગોળી વાગી હતી
-
બાળક અને પિતા સાથે હાલમાં ફરાર થઈ ગયા છે
-
સંભાવના છે કે અંગત અદાવતમાં આ ઘટના બની હશે
School Boy Carries Gun: Bihar ના સુપૌલ જિલ્લામાંથી આજરોજ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટનાની અંદર એક 5 વર્ષનો બાળક School એ Gun લઈને આવ્યો હતો. અને School માં અન્ય વિદ્યાર્થી પર 5 વર્ષના બાળકે ગોળીબાર કર્યો હતો. જેમાં કક્ષા 3 નો વિદ્યાર્થી ઘાયલ થયો હતો. 5 વર્ષનો બાળકો School ના બેગમાં Gun સંતાડીને શાળએ આવ્યો હતો. અને ત્યારબાદ School માં ભણતા એક 10 વર્ષના બાળક પર ગોળીબાર કર્યો હતો.
કક્ષા 3 ના વિદ્યાર્થીને હાથમાં ગોળી વાગી હતી
તો Bihar ના સુપૌલ જિલ્લામાં આવેલી ખાનગી બોર્ડિંગ School માં આ ઘટના બની હતી. અને ઘાયલ થયેલા કક્ષા 3 ના વિદ્યાર્થીને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે આ વિદ્યાર્થીના હાથમાં ગોળી વાગી હતી. આ ઘટનાને લઈને અન્ય વિસ્તારોમાં પણ સનસનાટી ફેલાઈ ગઈ છે. અને વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આટલો નાનો બાળક Gun ક્યાંથી અને કેવી રીતે લાવ્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તે ઉપરાંત School સંચાલકોની પણ પુછતાછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: સંસદમાં કુતરાઓને લઈ થયો હોબાળો, ચોંકવનારા આંકડા આવ્યા સામે
બાળક અને પિતા સાથે હાલમાં ફરાર થઈ ગયા છે
તે ઉપરાંત ગોળી ચલાવનાર 5 વર્ષના વિદ્યાર્થીનું નામ મોહમ્મદ આસિફ સામે આવ્યું છે.ત્યારે આવી જ ઘટનાઓ બાળકોની સલામતી અને તેમની આસપાસના વાતાવરણ સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. શૈક્ષણિક સંસ્થાઓને આવી ઘટનાઓથી બચાવવા માટે સુરક્ષાના પગલાં વધુ મજબૂત કરવા જરૂરી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ અને વહીવટીતંત્રએ આ મામલે ઝડપી અને કડક કાર્યવાહી કરવી જોઈએ.
સંભાવના છે કે અંગત અદાવતમાં આ ઘટના બની હશે
બીજી તરફ ઘાયલ વિદ્યાર્થીના પરિજનો દ્વારા School માં તોડફોડ કરવામાં આવી છે. અને આરોપી બાળક અને પિતા સાથે હાલમાં ફરાર થઈ ગયા છે. તેને લઈ પોલીસે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે. જોકે આ ઘટના કયા કરણોસર બની હતી, તેનું યોગ્ય કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સંભાવના છે કે અંગત અદાવતમાં આ ઘટના બની હશે.
આ પણ વાંચો: ચૂંટણીની પારદર્શિતા પર સવાલ, ADR નો દાવો – 5.54 લાખ મત ઓછા ગણાયા…