- Amreli નાં લાઠીના આંબરડી ગામે વીજળી પડી
- ખેતમજૂરો પર વીજળી પડતાં 5 લોકોનાં મોત, 3 ને ઈજા
- 2 બાળક સહિત કુલ 5 લોકોનાં વીજળી પડવાથી મોત
અમરેલીનાં (Amreli) લાઠી તાલુકામાં એક ગોઝારી ઘટના બની છે. આંબરડી ગામે (Ambardi village) ખેત મજૂરો પર વીજળી ત્રાટકી હતી, જેમાં 5 લોકોનાં મોત નીપજ્યા છે. માહિતી મુજબ, આંબરડી ગામે કપાસની લણણી કરી પરત ફરી રહ્યા હતા ત્યારે ખેતમજૂર પરિવાર પર અચાનક વીજળી ત્રાટકી હતી. આ ઘટનામાં 2 બાળક સહિત કુલ 5 લોકોનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 લોકોને ઇજા પહોંચી હોવાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો – Surat : BJP નાં દિગ્ગજ નેતાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા
અમરેલીમાં લાઠીનાં આંબરડી ગામની ઘટના
પ્રાપ્ત માહિતી મુજબ, અમરેલીનાં (Amreli) લાઠી તાલુકાના આંબરડી ગામે આજે હચમચાવે એવી ઘટના બની છે. આંબરડી ગામે રહેતા દેવીપૂજક પરિવાર પર ત્યારે આભ ફાટ્યું જ્યારે પરિવારનાં 5 સભ્યોનાં એક સાથે મૃત્યુ થયા હતા. મૃતકોમાં 2 માસૂમ બાળક સહિત 2 યુવતી અને 1 મહિલાનું મોત નીપજ્યું છે. ખેતરમાં કપાસની લણણી કરી પરિવારનાં સભ્યો પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના પર અચાનક વીજળી પડી હતી.
આ પણ વાંચો – Anand : ધો.12 પાસ ભેજાબાજનું કૌભાંડ જાણી ચોંકી જશો! SOG પોલીસે કર્યો પર્દાફાશ
2 બાળક સહિત કુલ 5 લોકોનાં વીજળી પડવાથી મોત
આ ઘટનામાં અન્ય 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમને ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે અમરેલી ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 2 બાળક સહિત કુલ 5 લોકોનાં મૃતદેહને લાઠી સરકારી હોસ્પિટલ (Lathi Government Hospital) ખસેડાયા હતા. મૃતકોમાં 35 વર્ષીય ભારતીબેન ભાવેશભાઈ સાંથળિયા, 18 વર્ષીય શિલ્પાબેન વિજયભાઈ સાંથળિયા, 18 વર્ષીય રૂપાલીબેન દલસુખભાઈ વણોદિયા, 5 વર્ષીય રિદ્ધિબેન ભાવેશભાઈ સાંથળિયા અને 5 વર્ષીય રાધેભાઈ ભાવેશભાઈ સાંથળિયા સામેલ છે. પરિવારનાં એક સાથે 5 સભ્યોનાં મોતથી પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં ભારે ગમગીની છવાઈ છે.
આ પણ વાંચો – Rajkot : ‘મારી સાથે આ જ સરે આવું કર્યું…’, શિક્ષકના ત્રાસથી માસૂમ વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું