-
ચાર લોડેડ મેગેઝિનની Farmhouse માંથી લૂંટ મચાવી
-
પોલીસે 28 ઓગસ્ટે પાંચ લોકોની ધરપકડ કરી
-
મૈનમ બોમચા ધારાસભ્યના Farmhouse નો કેરટેકર છે
BJP MLA Jai Kishan Singh Farmhouse : તાજેતરમાં BJP MLA Jai Kishan Singh ને આપવામાં આવેલી રાઈફલની લૂંટ તેમના નિવાસસ્થાનેથી કરવામાં આવી હતી. ત્યારે આ લૂંટની પોલીસ તપાસ કરીને પાંચ લોકોની ધરપકડ કરી છે. પરંતુ આ ઘટનામાં રસપ્રદ માહિતી એ છે કે, આ પાંચ આરોપીઓ મૂળ સ્વરૂપે પોલીસ છે. તે ઉપરાંત આ બધી રાઈફલો BJP MLAના Farmhouseમાંથી લૂંટાઈ છે (BJP MLA rifles stolen). પોલીસે તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન અને લશ્કરી ગણવેશ જેવી અલગ-અલગ વસ્તુઓ પણ જપ્ત કરી હતી.
ચાર લોડેડ મેગેઝિનની Farmhouse માંથી લૂંટ મચાવી
એક અહેવાલ અનુસાર, 27 ઓગસ્ટના રોજ લગભગ 8 વાગ્યાની આસપાસ કેટલાક અજાણ્યા લોકો BJP MLA Jai Kishan Singh ના સેકમાઈ લેકિંથાબીમાં આવેલા Farmhouseમાં ઘૂસ્યા હતાં. તેઓએ ત્યાં હાજર સુરક્ષાકર્મીઓને બંધક બનાવી લીધા હતાં. અને આ લૂંટારુઓએ ત્રણ રાઈફલ અને ચાર લોડેડ મેગેઝિનની Farmhouse માંથી લૂંટ મચાવી હતી. રિપોર્ટ અનુસાર તેમાં 80 જેટલા કારતુસ હતાં.
આ પણ વાંચો: આવતીકાલથી આ રાજ્યોમાં શરું કરાશે 3 નવી Vande Bharat trains
પોલીસે 28 ઓગસ્ટે પાંચ લોકોની ધરપકડ કરી
પોલીસે કાર્યવાહી કરી અને 28 ઓગસ્ટે પાંચ લોકોની ધરપકડ કરી. ટીમે ઈસ્ટ ઈમ્ફાલના સેકાતા અવાંગ લીકાઈ નામના વિસ્તારમાં ઓપરેશન હાથ ધરીને આરોપીને પકડ્યો હતો. પોલીસે ત્રણ મેગેઝીન સાથે ત્રણ ઇન્સાસ રાઇફલ, એક ઇન્સાસ લાઇટ મશીનગન અને બે એકે-56 રાઇફલ પણ રિકવર કરી છે.
મૈનમ બોમચા ધારાસભ્યના Farmhouse નો કેરટેકર છે
તો મણીપુર પોલીસના જણાવ્યા અનુસાર, ચાર પોલીસકર્મીઓની ઓળખ મૈસ્નમ કૃષ્ણદાસ, મૈબામ શંજીત સિંહ, લોંગજામ જયંત સિંહ અને ઓઈનમ બંટી સિંહ તરીકે થઈ છે. પાંચમો આરોપી મૈનમ બોમચા ધારાસભ્યના Farmhouse નો કેરટેકર છે. આ Farmhouseમાંથી રાઈફલો લૂંટાઈ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને 10 દિવસની કસ્ટડીમાં મોકલી દીધો છે.
આ પણ વાંચો: Kidnapper નીકળ્યો બાળકનો પિતા, જુઓ પિતા-બાળકનો ભાવૂક વીડિયો