Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પુલવામા આતંકી હુમલાની ત્રીજી વરસી,આતંકી હુમલામાં 40 જવાન થયા હતા શહીદ

06:11 AM Apr 27, 2023 | Vipul Pandya

જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPF જવાનો પર હુમલાને આજે 3 વર્ષ પૂર્ણ થયા છે. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. પુલવામા હુમલાની ઘટનાને અને શહીદોએ વહોરેલી શહાદતને આજે પણ દેશવાસીઓ ભૂલી શક્યા નથી. આ હુમલામાં આપણા જવાનોની સાથે તેમની પત્નીઓ,બાળકો અને વૃદ્ધ માતા પિતાઓના સપનાઓ અને આશાઓએ પણ શહીદી વહોરી છે.
આજે પુલવામા થયેલા હુમલાની 3જી વરસી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને હુમલામાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી છે. અને આપણા દેશ માટે તેમની ઉત્કૃષ્ટ સેવાને યાદ કર્યા છે. તેમની બહાદુરી અને સર્વોચ્ચ બલિદાન દરેક ભારતીયને મજબૂત અને સમૃદ્ધ દેશ તરફ કામ કરવા માટે પ્રેણા આપશે તેમ જણાવ્યું છે. તો ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને પુલવામામાં થયેલા આતંકી હુલમામાં પોતાનું બલિદાન આપી દેશની રક્ષા કરનાર બહાદુર જવાનોને યાદ કરી ભાવપૂર્ણ  શ્રદ્ધાંજલિ પાઠવી છે. અને દેશ આવા બહાદુર જવાનોનો હંમેશા ઋણી રહેશે તેમ જણાવ્યું. 
દેશની જનતાને આજે પણ એ દિવસ યાદ છે. ગુરૂવારનો દિવસ હતો. 14 ફેબ્રુઆરી 2019ના દિવસે 3.30 વાગ્યાની આસપાસ  78 બસમાં આશરે 2500 CRPF જવાનોનો કાફલો જમ્મુ-શ્રીનગર હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. ખીણમાં આતંકી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી CRPFના જવાનો અગાઉથી સજાગ હતા. કાફલો પુલવામા પહોચ્યો ત્યારે રસ્તાની સામેની બાજુથી આવી રહેલી કાર CRPF જવાનોના વાહન સાથે અથડાઈ હતી. અને CRPFના જવાનો કંઈ સમજે તે પેહલા જ વિસ્ફોટકોથી ભરેલી એ કારમાં જોરદાર ધડાકો થયો. આમ 14 ફેબ્રુઆરીનો એ દિવસ ભારતના ઇતિહાસમાં કાળો દિવસ સાબિત થયો હતો.