Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Mehsana : મહેસાણાના બ્રાહ્મણવાડામાં ગેસના ફુગ્ગા ફૂટવાના કારણે 30 લોકો દાઝ્યા

02:59 PM Nov 18, 2023 | Vipul Pandya

મહેસાણાના બ્રાહ્મણવાડામાં 30 લોકો દાઝ્યા
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન બની ઘટના
ગેસના ફૂગ્ગા ફૂટવાના કારણે 30 લોકો દાઝ્યા
તમામ લોકોને સારવાર માટે મહેસાણા ખસેડાયા

મહેસાણા જિલ્લાના બ્રાહ્મણવાડામાં ગેસના ફુગ્ગા ફૂટવાના કારણે 30 લોકો દાઝી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે. દાઝેલા લોકોને તત્કાળ સારવાર માટે મહેસાણા ખસેડાયા છે.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બની ઘટના

મળેલી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના ઊંઝાના બ્રાહ્મણવાડા મુકામે ગણપતિ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે જેમાં શનિવારે બપોરે 12.30 વાગ્યાના અરસામાં મહોત્સવ દરમિયાન ગેસના ફૂગ્ગા ફૂટવાના કારણે તથા ફટાકડા ફૂટતાં 30 લોકો દાઝી ગયા છે.

લોકોમાં ભયનો માહોલ

ઘટનાના પગલે ઘટના સ્થળે લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. અંદાજીત 30 લોકો દાઝી જતાં તેમને તત્કાળ મહેસાણા ખાતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. તેમને સ્થળ પર પહેલા પ્રાથમિક સારવાર અપાઇ હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે મહેસાણા ખસેડાયા છે.

ઇજાગ્રસ્તોને મહેસાણા ખસેડાયા

બનાવ બનેલ તમામ લોકોને સ્થળ પર પ્રાથમિક સારવાર ,સ્થાનિક દવાખાને તેમજ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપી વધુ સારવાર અર્થે દર્દીઓને જનરલ હોસ્પિટલ ઊંઝા ખાતે રિફર કરાયા હતા. જ્યાં વધુ સારવાર આપી 25 જેટલા દર્દીઓને મહેસાણાની જુદી જુદી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે રિફર કરાયા છે.

આ પણ વાંચો—-વર્લ્ડ કપ મેચમાં ભારતના વિજયને લઇ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીએ હનુમાનજી દાદાના દર્શન કરી પ્રાર્થના કરી