Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Goa ફરવા ગયેલા 2 યુવકે સ્થાનિક યુવતીને પુછ્યું..તેરા રેટ ક્યા હૈ અને….

01:28 PM Oct 14, 2024 |
  • ગોવા ફરવા ગયેલા ઉત્તર પ્રદેશના બે યુવકોની પોલીસે ધરપકડ કરી
  • બંને યુવકો પર સ્થાનિક યુવતી સાથે અભદ્ર વ્યવહાર કરવાનો આરોપ
  • યુવતીને કહ્યું..તારો રેટ શું છે…

Goa : ગોવા (Goa) ફરવા ગયેલા ઉત્તર પ્રદેશના બે યુવકોની પોલીસે ધરપકડ કરી છે. બંને યુવકો પર સ્થાનિક યુવતી સાથે અભદ્ર વ્યવહાર કરવાનો આરોપ છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં હજુ વધુ ધરપકડ થઈ શકે છે. બીજી તરફ આ ઘટના પર રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષે સરકાર પર કાયદો અને વ્યવસ્થા બગડવાનો આરોપ લગાવ્યો છે.

બંનેએ એક સ્થાનિક યુવતીને પૂછ્યું કે તેનો રેટ શું છે

પોલીસે માહિતી આપી છે કે કલંગુટ ગામમાંથી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે બંનેએ એક સ્થાનિક યુવતીને પૂછ્યું કે તેનો રેટ શું છે અને શું તે ‘ઉપલબ્ધ’ છે. યુવકોની ઓળખ 30 વર્ષીય પ્રેમ પાંડે અને કૃષ્ણા સિંહ તરીકે થઈ છે. પ્રેમ ઉત્તર પ્રદેશના લાલગંજ જિલ્લાનો રહેવાસી છે અને સિંહ આગ્રાનો રહેવાસી છે. તેમની સામે BNSની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો–સંજય રાઉતે CM શિંદે પર કર્યા પ્રહાર, કહ્યું- તાકાત હોય તો સિદ્દીકીના હત્યારાઓ… Video

યુવતીને હોટેલમાં સાથે આવવા કહ્યું

ઉત્તર ગોવા પોલીસે કહ્યું કે ‘અમને ફરિયાદ મળી હતી અને ફરિયાદના આધારે અમે એફઆઈઆર નોંધી છે. આ ઘટના શનિવારે રાત્રે બની હતી અને આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસ ચાલુ છે અને વધુ ધરપકડની પણ શક્યતાઓ છે. ખાસ વાત એ છે કે આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. એવું જોવા મળે છે કે બે યુવકો એક યુવતી પાસે જાય છે અને તેને હોટેલમાં સાથે આવવા કહે છે.

વિપક્ષે સવાલો ઉઠાવ્યા

વિપક્ષના નેતા યુરી અલેમાઓએ કહ્યું, ‘જ્યારે સ્થાનિક મહિલાઓ સુરક્ષિત નથી, ત્યારે ભાજપ સરકાર ગોવામાં આવતા પ્રવાસીઓને શું સુરક્ષા આપશે? બે વર્ષ પહેલાં, કાલંગુટ અને બાગાના લગભગ 500 લોકોએ વેશ્યાવૃત્તિ અને ગુંડાગીરી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે સ્થાનિક મહિલાઓએ સાંજે બહાર જવામાં ડર હોવાની વાત કરી હતી. હવે આ વાસ્તવિકતા બની ગઈ છે. તેમણે કહ્યું, ‘આપણી દીકરીઓ અને બહેનો આપણા જ ગોવામાં સુરક્ષિત નથી. ગોવા તેની સુંદરતા, વારસો અને સમૃદ્ધ સંસ્કૃતિ માટે જાણીતું છે. ભાજપ ગોવાને વેશ્યાવૃત્તિ, ગુંડાગીરી અને ગુનાખોરીમાં ફેરવી રહી છે.

આ પણ વાંચો–Bahraich માં પથ્થરમારો અને આગચંપી, પોલીસે છોડ્યા ટિયરગેસ