Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજ્યના 11 જિલ્લામાં એક પણ કેસ નહીં, વડોદરા સિવાય ક્યાંય મૃત્યુ નહીં

05:15 PM Apr 26, 2023 | Vipul Pandya

ગુજરાત સહિત દેશભરમાં હવે કોરોના વાયરસ સંપૂર્ણ નબળો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે એવું પણ કહી શકાય કે કોરોનાની ત્રીજી લહેર પણ સંપૂર્ણ શમી ગઇ છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે હવે એકદમ તળિયે પહોંચ્યા છે. આ સિવાય કોરોનાના કારણે થતા મોતનો આંકડો પણ નીચે આવ્યો છે.

રવિવારે 162 કેસ નોંધ્યા
આજે રાજ્યમાં છેલ્લા 24 કલાક નોંધાયેલા કોરોના કેસનો આંકડો 162 છે.  રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માાહિતિ પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 2 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેની સાથે જ અત્યાર સુધીમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 10928 થઇ છે. તો આજે 386 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. જેથી અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપનારા લોકોની કુલ સંખ્યા 12,09,534 થઇ છે. જેની સાથે જ રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.94 ચકા પર પહોંચ્યો છે.

માત્ર વડોદરાામાં જ મૃત્યુ નોંધાયા
કોરોનાના કેસ ઘટ્યા એ તો સારી વાત છે જ, પરંતુ સાથે જ કોરોનાના કારણે થતા મૃત્યુનો આંક પણ ઓછો થયો છે. છેેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં બે લોકોના કોરોનાના કારણે મોત થયા છે. આ બંને મોત વડોદરામાં નોંધાયા છે. રાજ્યના અન્ય એક પણ જિલ્લામાં કોરોનાના કારણે મત્યુ નોંધાયું નથી. જે સંકેત છે કે હવે કોરોના વાયરસ સંપૂર્ણ નબળો પડ્યો છે.
બે સિવાય તમામ જિલ્લામાં કેસ એક આંકડામાં
અમદાવાદ અને વડોદરાાને બાદ કરતા રાજ્યના તમમા જિલ્લાઓમાં કોરોના કેસ એક આંકમાં નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનના 77 અને ગ્રામીણમાં 2 મળી અમદાવાદ જિલ્લામાં કુલ 79 કેસ નોંધાયા છે. તો આ તરફ વડોદરા શહેરના 20 અને ગ્રામ્યના 15 મળીને જિલ્લામાં કુલ 35 કેસ નોંધાયા છે. ઉપરાંત રાજ્યના 11 જિલ્લા એવા છે કે જ્યાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી. વર્તમાન સમયે રાજ્યમાં કુલ 2049 એક્ટિવ કેસ છે. જેમાંથી 23 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 2026 દર્દીઓની હાલત સ્થિર છે.