+

ઝડપાયેલા દારુમાંથી પોલીસ કર્મી સહિત 13 જણાએ દારુની 23 પેટીઓ સગવગે કરી, જિલ્લા પોલીસ વડાએ પકડ્યા

અહેવાલઃ ઇરફાન મકરાણી, દેવગઢ બારીયા  દેવગઢબારીયા તાલુકાના પીપલોદ પોલીસ મથકની હદના અસાયડી ગામે એક કન્ટેનરમાંથી 45 લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ ત્રણ દિવસ પહેલા ઝડપાયો હતો. જે મુદ્દામાલ પીપલોદ પોલીસ…

અહેવાલઃ ઇરફાન મકરાણી, દેવગઢ બારીયા 

દેવગઢબારીયા તાલુકાના પીપલોદ પોલીસ મથકની હદના અસાયડી ગામે એક કન્ટેનરમાંથી 45 લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ ત્રણ દિવસ પહેલા ઝડપાયો હતો. જે મુદ્દામાલ પીપલોદ પોલીસ મથકે કમ્પાઉન્ડ માં લાવવામાં આવ્યો હતો.કમ્પાઉન્ડમાં પડેલી વિદેશી દારૂની પેટીઓમાંથી 23 જેટલી પેટીઓ પીપલોદ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શૈલેષ પટેલ તથાઅન્ય તેર જેટલાં માણસોએ પોલીસ સ્ટાફ ની નજર ચૂકવી કમ્પાઉન્ડ દીવાલ વટાવી બહાર મુકી દીધી હતી, અને મુદ્દામાલની દારૂની બાકીની તમામ પેટીઓ મુદામાલ તરીકે રૂમમાં મૂકીને રૂમને તાળુ મારી દીધું હતું.

આ મુદ્દામાલમાં દારૂની અમુક પેટીઓ ક્યાંક ગાયબ થઈ ગઈ હોવાનું દાહોદ જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલાને ધ્યાનમાં આવતા તેમણે પીપલોદ પોલીસ મથકે પહોંચી મુદ્દામાલની પેટીઓની ખરાઈ કરી હતી. જેમાં ખરેખર દારૂ ની પેટીઓ ઓછી મળી આવી હતી. આ બાબતે કડકાઈ પૂર્વક પૂછપરછ કરતા દારૂની પેટીઓ કમ્પાઉન્ડ દીવાલ વટાવી અને બહાર કાઢી લીધી હોવાની વિગતો મળતા તરતજ દારૂની પેટીઓ લઈ જનાર માણસો ઉપર કાયદેસર ની પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

Whatsapp share
facebook twitter